વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થયા અંગેની ગત તા.૧૮/૦૭/૨૦૨૩ ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે સઘન તપાસ કરી વાંકાનેરની અપહ્યત બાળકીને છોડાવી આરોપીની ચોટીલા ખાતેથી અટકાયત કરી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ I.G. અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠી તરફથી મોરબી જિલ્લા પોલીસને મહિલા અને બાળકો ને લગતા બનાવોમાં સંવેદનશીલ રહી તાત્કાલીક કાર્યવાહી કરી આવા ગંભીર બનાવોમાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે પકડી ભોગબનનારને મુકત કરાવવા જણાવેલ હોય જે બાબતે ડી.વાય.એસ.પી પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર વાંકાનેર સર્કલ તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ કાર્યરત હોય તેઓની સંયુકત કાર્યવાહીમાં એક સગીરવયની દિકરીને આરોપી લાલ ઉર્ફે નરેન્દ્ર ચંદુભાઇ ચાવડા (રહે. આંબેડકરનગર-પ, થાનગઢ, જીલ્લો સુરેન્દ્રનગર) બદકામ કરવાના ઈરાદાથી લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ જે બાબતે
ગત તા.૧૮/૦૭/૨૦૨૩ ના રોજ ગુન્હો દાખલ થયેલ હોય જે આરોપી તથા ભોગબનનારની શોધખોળ માટે સર્કલ પોલીસ ઇન્સ્પેકટર વાંકાનેર સર્કલની ટીમનાં સર્કલ પોલીસ ઇન્સ્પેકટર વી.પી.ગોલ, એ.એસ.આઇ મયુરસિંહ, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમના હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા, મહીલા હેડ કોન્સ્ટેબલ હંસાબેન પાપોદરાની સંયુકત ટીમએ ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી તપાસ હાથ ધરી આરોપીને ગઇકાલે તા.૨૦/૦૭/૨૦૨૩ ના ચોટીલા મુકામેથી હસ્તગત કરી તેના કબ્જામાંથી ભોગબનનાર સગીરાને હેમખેમ છોડાવી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સંવેદનશીલ પોલીસ ના ઉદાહરણ રૂપ કામગીરી કરી હતી.