વાંકાનેર તાલુકા પોલીસે છેલ્લા પાંચ વર્ષથી પાસા વોરન્ટના ફરાર આરોપીને શોધી કાઢતી જેલ હવાલે કર્યો હતો. ૨૦૧૭ ના પાસા અટકાયતી આરોપી લખાસિંઘ નારયણસિંઘ (ઉ.વ.૩૬ રહે.ચાંદતોકાબડીયા પોસ્ટ સેમલીયા તા.ભીમ જી.રાજસમદ રાજસ્થાન) ને આંણદ જિલ્લાના ખંભાત વટામણ રોડ ઉપર આવેલ વીચી એગ્રો પ્રોડકસન કંપની પાસેથી હસ્તગત કરી તાલુકા પોલીસે મથકે લાવવામાં આવ્યો હતો. જ્યાં કોવીડ -૧૯ નો રીપોર્ટ નેગેટીવ આવતા અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે .









