પોલીસ મહાનિર્દેશક મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય , ગાંધીનગરનાએ સમગ્ર રાજયમાં પેરોલ જમ્પ કરી એટલે કે વચગાળાના જામીન લીધા બાદ જેલમાં હાજર ન થઇને નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા ઝુંબેશનું આયોજન કરેલ હોય જે અંતર્ગત મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને ડિવાયએસપી રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઇ આર.પી.જાડેજા અને સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન મયુરધ્વજસીંહ જાડેજા તથા અજયસીંહ ઝાલાને મળેલ બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે રાજકોટ ફેમીલી કોર્ટના ભરણપોષણના કેસમાં જેલ હવાલે રહેલ કેદી રૈયાભાઇ મશરૂભાઇ ઉર્ફે મચ્છાભાઇ વરૂ જાતે ભરવાડ (ઉ.વ.૪૪) ધંધો મજુરી રહે.કોટડાનાયાણી તા.વાંકાનેર જી.મોરબી વાળાને પોણા બે વર્ષની સજા કરેલ હોય જે કેદી રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હતો જે તા.૩૦-૩-૨૦ થી તા.૧-૧-૨૧ સુધીમાં વચગાળાના જામીન મેળવેલ અને તા.૧-૧-૨૧ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલમાં હાજર થવાનું હતુ પરંતુ કેદી રૈયાભાઇ વચગાળાના જામીન પરથી ફરાર થયેલ હોય જેને બાતમીને આધારે આજરોજ તા.૩-૨-૨૧ ના રોજ વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામેથી પકડી પાડવામાં આવેલ છે અને તેને રાજકોટ મધ્યસ્થ જેલને સોંપવા તજવીજ હાથ ધરેલ છે.
આ કામગીરી પીએસઆઇ આર.પી.જાડેજા, મયુરધ્વજસીંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, હરીશચંદ્રસિંહ ઝાલા, અજયસીંહ ઝાલા, મુકેશભાઇ જીલરીયા, સંજયસિંહ જાડેજા તથા અકીલભાઇ બાંભણીયાએ કરેલ છે.