Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેર તાલુકા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડ્યો

વાંકાનેર તાલુકા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડ્યો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા વાંકાનેર તાલુકાનાં ભિમગુડા ગામની સીમમાં વાડી માંથી ઇગ્લિશ દારૂની નાની મોટી બોટલોના જથ્થા સાથે એક ઈસમને પકડી તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની આંકડીયો ઢોળો નામની ઓળખાતી સીમમાં આરોપી અનિલભાઈ અવચરભાઈ વિઝવાડિયાની કબ્જા ભોગવટા વાળી વાડીની ઓરડીમાંથી ભારતીય પરપ્રાંત બનાવટની અલગ અલગ બ્રાન્ડ ની ઇંગ્લિશ દારૂની નાની મોટી ૨૦૬ નંગ બોટલો કીમત રૂ.૨૯,૨૦૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડી તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે પ્રોહિબિશન એક્ટ હેઠળ દારૂ મોકલનાર બળવંતસિંહ જીલુભા ઝાલા તથા દારૂની જથ્થો આપી જનાર વિક્રમભાઈ ગગજીભાઈ અઘારા વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!