Thursday, October 10, 2024
HomeGujaratવાંકાનેર તાલુકા પોલીસે જુગારના અલગ અલગ ત્રણ દરોડા પાડી કુલ ચાર જુગારીને...

વાંકાનેર તાલુકા પોલીસે જુગારના અલગ અલગ ત્રણ દરોડા પાડી કુલ ચાર જુગારીને પકડી લીધા

વર્લીફીચર્સ તથા નોટ નંબરનો જુગાર રમતા આરોપીઓ પાસેથી કુલ રૂ.૨,૭૫૦/-કબ્જે કર્યા

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ તથા માટેલ રોડ ઉપર અલગ અલગ ત્રણ દરોડામાં પોલીસે નોટ નંબર તથા વર્લી ફીચર્સના આંકડાનો જુગાર રમી રહેલા કુલ ચાર જુગારીને ઝડપી લઈ તાનામ આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ વર્લીમટકાના આંકડાઓ નોટબુકમાં લખી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમી રહેલ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ દ્વારકાધીશ હોટલ નજીકથી આરોપી અરવીંદસિંહ મહીપતસિંહ ગોહીલ ઉવ.૩૦ રહે હાલ-નવા ઢુવા તા.વાંકાનેર મુળગામ-ભડલી જી.ભાવનગરવાળાને રૂ.૯૫૦/-સાથે તેમજ માટેલ રોડ ઉપર અમરધામ પાસેના બીજા દરોડામાં વર્લી ફિચર્સના આંકડાનો જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી બળદેવભાઇ ખોડાભાઇ દેગામા ઉવ.૩૭ રહે.નવા ઢુવા તા.વાંકાનેરવાળાને રોકડા રૂ.૧,૧૦૦/-સાથે પકડી લેવામાં આવી બંને વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જ્યારે ત્રીજા દરોડામાં રાતાવીરડા ગામે રામાપીરના મંદિર પાછળ જાગેરમાં ચલણી નોટના નંબર ઉપર એકી બેકીનો નસીબ આધારિત રૂપિયાની લેતી દેતી કરી જુગાર રમતા જીતુભાઇ ચોથાભાઇ ભવાણીયા ઉવ.૨૨ તથા માવજીભાઇ છનાભાઇ કુણપરા ઉવ.૪૨ રહે.બંને રાતાવીરડા ગામવાળાને રોકડા રૂપિયા ૭૦૦/- સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવી બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!