વાંકાનેર તાલુકાના પાડધરા ગામની સીમમાં જાહેરમાં તીન પતીનો જુગાર રમતા ઇસમોને રોકડ રૂપિયા 51,200 મળી કુલ ૫૩,૨૦૦ ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસ સર્વેલન્સ ટીમે પકડી તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.
વાંકાનેર તાલુકાના પાડધરા ગામની અધાતની સીમમાં જાહેરમાં જુગાર ગંજી પતાના પાના તથા પૈસા વતી જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ ૫૧,૨૦૦/- મળી કુલ ૫૩,૨૦૦ નો મુદ્દામાલ સાથે ચાર ઈસમો કેસાભાઈ શામજીભાઈ બાવળિયા, અનીશ ઉર્ફે અનિલ જેસિંગભાઇ ડેણીયા, ચંદુભાઈ ઉર્ફે વિનોદભાઈ કરણાભાઈ ચાવડા અને ભરતભાઇ ગોવિંદભાઈ મીઠાપરા પકડી પાડયા જ્યારે સુરેશભાઈ કેશુભાઈ સાબરિયા, પરેશ ઉર્ફે પીન્ટુ દા રામાનુજ, વિપુલ ઉર્ફે લિંબો લખમણભાઇ ડાભી અને પાંચાભાઈ ઉપાભાઈ રંગપરા ચાર ઈસમો નાશી જતાં તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કરી નાશી ગયેલને પકડવા માટે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે તજવીજ હાથ ધરી છે.