Friday, October 18, 2024
HomeGujaratવાંકાનેર તાલુકા પોલીસે અલગ અલગ બે સ્થળોએથી વિદેશી દારૂ સાથે બે યુવકને...

વાંકાનેર તાલુકા પોલીસે અલગ અલગ બે સ્થળોએથી વિદેશી દારૂ સાથે બે યુવકને ઝડપી લીધા

બંને યુવકને એક જ સપ્લાયર દ્વારા વિદેશી દારૂની બોટલ આપવામાં આવ્યાનું ખુલ્યું

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસે રાતવીરડા ગામ નજીક આવેલ ફીરોન્જા સીરામીક સામેથી વિદેશી દારૂની એક બોટલ પેન્ટના નેફામાં લઈને નીકળેલ આરોપી જયંતીભાઇ હીરાભાઇ અબાસણીયા ઉવ.૩૭ રહે.રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીને દારૂની બોટલ વેચાણથી દેનાર આરોપી જીતેશ ઉર્ફે જીતો ચોથાભાઇ ભવાણીયા રહે.રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબીનું નામ જાહેર કરતા હાલ પોલીસે બંને સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે.

જયારે બીજા દરોડામાં વાંકાનેરના રાતાવીરડા ગામથી આગળ ‘રે સીરામીક’ સામેથી રોડ ઉપર વિદેશી દારૂની ગ્રીન લેબલ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૩૪૦/- લઈને નીકળેલ આરોપી જયદેવભાઇ ભરતભાઇ સરવાડીયા ઉવ.૨૫ રહે હાલ-રાતાવીરડા સીમ,મોટો રોલ્સ સીરામીકની કોલોનીમાં તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ-વસાડવા તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગરને પકડી લેવાયો હતો. જયારે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં વિદેશી દારૂની બોટલ આરોપી જીતેશ ઉર્ફે જીતો ચોથાભાઇ ભવાણીયા રહે.રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબી પાસેથી લઇ આવ્યાની કબૂલાત આપી હતી. ત્યારે હાલ વિદેશી દારૂની બોટલ વેચાણથી આપનાર આરોપીને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે પ્રોહી. હેઠળ ગુનો રજી. કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!