Wednesday, November 20, 2024
HomeGujaratશંકાસ્પદ આયુર્વેદીક શીરપના જથ્થાની કારમાં હેરાફેરી કરતા ઇસમને પકડી પાડતી વાંકાનેર તાલુકા...

શંકાસ્પદ આયુર્વેદીક શીરપના જથ્થાની કારમાં હેરાફેરી કરતા ઇસમને પકડી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ

રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠી તરફથી મોરબી જીલ્લામાં ગેરકાયદેસર આયુર્વેદીક દવાના ઓઠા હેઠળ નશાકારક સીરપનુ વેચાણ થતુ હોય તેવી પ્રવૃતિ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા આયુર્વેદીક દવાના ઓઠા હેઠળ શંકાસ્પદ નશાકારક સીરપની કારમાં હેરાફેરી કરતા ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પેટ્રોલીગમાં હોય દરમ્યાન સરતાનપર રોડ સેન્સો ચોકડી ઉપરથી GJ-36-T-8016 નંબરની મારૂતી સુઝુકી કંપનીની ઇકો કાર્ગો ગાડીનો ચાલક સુરેશભાઇ ચૌહાણ (રહે.હાલ-નવા જાંબુડીયા,દશામાંના મંદીર પાછળ,ભાડેથી તા.જી.મોરબી મુળ ગામ-ખડીયા તા.માણાવદર જી.જુનાગઢ) કબજામાંથી આયુર્વેદીક હર્બલોની AYURVEDIC PROPRIETARY MEDICINE STONEARISHTHA ASAVની ૧૨૦ બોટલ તથા Herbal_SUNNINDRRA ASAV-ARISTHAની ર૦૦ બોટલની ઇકકો કારમાં હેરાફેરી કરતા મળી આવતા કુલ ૩૨૦ બોટલનો રૂ.૪૮,૦૦૦/-તથા ઇકકો કાર રૂ.ર,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૨,૪૮,૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરી સદરહુ બોટલ કયાંથી મેળવેલ છે. તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!