મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR એપ્લિકેશનના ઉપયોગથી વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલ કુલ સાત મોબાઈલ કિંમત રૂપિયા 1,76,649 શોધી અરજદારોને પરત આપી પોલીસ પ્રજાનો મિત્ર તે સૂત્રને વાંકાનેર પોલીસ દ્વારા સાર્થક કરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાયેલ મોબાઇલ શોધી કાઢ્યા છે. પોલીસ અધિક્ષક, મોરબી જિલ્લા રાહુલ ત્રિપાઠી દ્વારા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવાની સુચના મળતા તેમજ નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.એ.ભરગા તથા પોલીસ કર્મચારીઓએ ” CEIR ” એપ્લીકેશનનો ઉપયયોગ કરી સમાન્ય નાગરિકોના ખોવાયેલ મોબાઇલની જરૂરી વિગત મેળવી એપ્લિકેશનમાં અપડેટ કરી અને આ એપ્લીકેશનનું રોજે રોજે અપડેટ મેળવી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખોવાયેલ કુલ-૭ મોબાઇલ ફોન કિંમત રૂ.૧,૭૬,૬૪૯/- ના શોધી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ અરજદારોને પરત સોંપવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ પ્રજાનો મિત્ર તે સૂત્રને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા સાર્થક કરવામાં આવ્યું છે. મોબાઇલ ફોન શોધી લોકોને પરત આપવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ. એ. ભરગા, પોલીસ હેડ કોન્સ્ટેબલ હંસાબેન પાપોદરા, પોલીસ કોન્સટેબલ જયદીપસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા, વિજયભાઈ ડાંગર તેમજ લોકરક્ષક અજયસિંહ ઝાલા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.