દર વર્ષે જડેશ્વર દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલી રતન ટેકરી પર લોકમેળો યોજાય છે. જેમાં મોરબી સહીત સૌરાષ્ટ્રભરમાંથી લોકો આવતા હોય છે. ત્યારે લોકમેળા દરમિયાન માતા-પિતાથી વિખુટા પડેલ માસુમ બાળકોને તેના વાલીવારસ સાથે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા મીલન કરાવવામાં આવ્યું હતું.
વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદીર ખાતે તા.૦૩-૦૪/૦૮/૨૦૨૫ ના રોજ લોકમેળો યોજાયો હતો. જે લોકમેળામા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાંકાનેર તાલુકા પોલીસ ખડેપગે રહી હતી. અને જડેશ્વર મેળામા કોઇ અનીશ્નનીય બનાવ ન બને તેમજ માતા-પિતાથી વિખુટા પડેલા બાળકોને વાલીવારસને શોધી પુન:મીલન કરાવવા માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જે દરમિયાન ૨૩ બાળકોને તેના વાલીવારસની શોધખોળ કરી સોપી આપવામાં આવ્યા છે.આ સાથે જ પરિવારથી વિખૂટા પડેલા વયોવૃધ્ધ માણસોને તેના પરિવારજનો સાથે મીલન કરાવી વાંકાનેર તાલુકા પોલીસે માનવતા મહેકાવી છે