Friday, December 6, 2024
HomeGujaratવાંકાનેર તાલુકા પોલીસ સર્વેલન્સ ટીમે દારૂની હેરાફેરી કરતા કાર ચાલકને દેશી દારૂ...

વાંકાનેર તાલુકા પોલીસ સર્વેલન્સ ટીમે દારૂની હેરાફેરી કરતા કાર ચાલકને દેશી દારૂ સહિત ચાર લાખના મુદ્દામાલ સાથે પકડી પાડયો

વાંકાનેર તાલુકા પોલીસ સર્વેલન્સ ટીમે બાતમીના આધારે વાંકાનેર તાલુકાના પાડધરા ગામ પાસે આવેલ મહાનદીના પુલ ઉપરથી દેશી દારૂની હેરાફેરી કરનાર ઇસમને ૫૦૦ લિટર દેશી દારૂ કિંમત રૂ. ૧,૦૦,૦૦૦ સહિત કુલ ચાર લાખના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે. તેમજ દેશી દારૂ મોકલનાર અને દેશી દારૂ મંગાવનાર વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી બંને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનીરીક્ષક રાજકોટ વિભાગ અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક મોરબી રાહુલ ત્રિપાઠી તરફથી પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તેવી અસરકારક કામગીરી કરવા સૂચના આપતા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ એસ.એચ.સારડાના સીધા માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ સજયસિંહ જાડેજા, વીજયભાઇ ડાંગર, અજયસિંહ ઝાલાને સંયુક્ત ખાનગી બાતમી મળતા વાંકાનેર તાલુકાના પાડધરા ગામ પાસે આવેલ મહાનદીના પુલ ઉપરથી દેશી દારૂની હેરાફેરી કરનાર નંબર પ્લેટ વગરની સિલ્વર કલરની મારૂતી સુઝુકી ઇકો કાર એન્જીન નંબર G12BN604176 તથા ચેસીસ નંબર MA3ERLF1500625688 વાળીમાથી દેશી દારૂ લીટર-૫૦૦ કિંમત રૂ. ૧,૦૦,૦૦૦ તેમજ મારૂતી સુઝુકી ઇકો કાર કિંમત રૂ. ૩,૦૦,૦૦૦/- સાથે કુલ રૂ. રૂ.૪,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સહીત કારચાલક અજયભાઇ ભગવાનભાઈ મકવાણા નામના આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. તેમજ દેશી દારૂનો જથ્થો આપનાર ચાંપરાજભાઇ કાઠી દરબાર અને દેશી દારૂનો જથ્થો મંગાવનાર મથુર ઉર્ફે નાગરાજ હરેશભાઇ અસવાર નામનાં ઇસમો વીરૂધ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબનો ગુન્હો દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતીમાન કર્યા છે.

જેમાં ડી.વી.ખરાડી પોલીસ ઇન્સ્પેકટર સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. જીતેન્દ્રકુમાર અધારા, પોલીસ હેડ કોન્સ્ટેબલ વીનેશકુમાર ખરાડી, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ જાડેજા, વીજયભાઇ ડાંગર, રવીભાઇ કલોત્રા તેમજ અજયસિંહ ઝાલા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!