Thursday, April 2, 2026
HomeGujaratવાંકાનેર તાલુકા પોલીસની ખનીજ માફિયા સામે મોટી કાર્યવાહી: ભેરડા ગામેથી ૧.૭૦ કરોડનો...

વાંકાનેર તાલુકા પોલીસની ખનીજ માફિયા સામે મોટી કાર્યવાહી: ભેરડા ગામેથી ૧.૭૦ કરોડનો મુદ્દામાલ જપ્ત

ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી વગર ખનીજ વહન કરતા વાહનો પર કડક કાર્યવાહી.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ખનીજ માફિયાઓ સામે સતત અભિયાન અંતર્ગત વધુ એક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં તાલુકાના ભેરડા ગામે ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે પોલીસ અને ખાણ ખનીજ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી કુલ રૂ.૧.૭૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડમ્પર અને અસ્કેવેટર સહિતના સાધનો કબ્જે લેવાતા, ખનીજ માફિયાઓમાં ભયનો માહોલ ફેલાયો છે.

રાજકોટ રેન્જના આઈ.જી.પી. નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા, વાંકાનેર પોલીસ ઈન્સ્પેક્ટર બી.વી. પટેલ, પીએસઆઈ ડી.વી. ખાંભલા તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ગેરકાયદેસર ખનીજ વહન કરતા અને જરૂરી કાગળો વિના ચાલતા વાહનોને રોકી એમ.વી. એક્ટ કલમ ૨૦૭ મુજબ ડિટેઇન કરવામાં આવ્યા હતા. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે કેટલાક વાહનો રોયલ્ટી પાસ કે પરમિટ વિના ખનીજ વહન કરતા હતા, જેના આધારે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. બાદમાં ભેરડા ગામે ગેરકાયદેસર ખનનની ચોક્કસ બાતમી મળતા પોલીસ અને ખાણ ખનીજ વિભાગની ટીમે સ્થળ પર રેઇડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન કુલ ચાર ડમ્પર જેના રજી.નં. જીજે-૩૬-વી-૯૬૯૫, જીજે-૧૩-એડબલ્યુ-૮૧૪૬, જીજે-૦૩-સીયુ-૦૧૦૦ તથા જીજે-૩૬-એક્સ-૬૦૦૯ અને એક કોમાન્ડ કંપનીનું અસ્કેવેટર મશીન સહિત કુલ રૂ.૧.૭૦ કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!