રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ્ઞાન સહાયક ઠરાવ પસાર કરવામાં આવતા વાંકાનેર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા મુખ્ય મંત્રીને પત્ર લખી જ્ઞાન સહાયક ભરતી રદ કરી TET/TAT પાસ કરેલ ઉમેદવારોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા 11 માસના કરાર તરીકે 40 વર્ષથી નીચેના ઉમેદવારને હંગામી ધોરણે નજીવા વેતન દરે ભરતી કરવાનું ઠરાવેલ છે. જે TET/TAT પાસ ઉમેદવારો સાથે અન્યાય થયેલ છે. તેમજ રાજ્યમાં અનેક સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. અનેક શાળાઓ માત્ર એક જ શિક્ષક પર નિર્ભર હોવાથી વહેલી તકે TET/TAT પાસ ઉમેદવારની કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ વાંકાનેર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા પત્ર લખી માંગ કરવામાં આવી છે.