વાંકાનેરમાં વધુ એક મારીમારીની ઘટના સામે આવી છે. જેમાં પોતાના ઘર પાસે સ્કુટી પર ઉભેલ યુવકને તેના પાડોસમાં રહેતા બે શખ્સોએ લાકડી તથા લોખંડના પાઈપ વડે માર માર્યો હતો. અને આટલામાં ઈસમો ન ધરાતા તેઓએ યુવકના પરિવારના સભ્યો પર પણ હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના જીનપરા રસીકપરા શેરી નં.૦૮ ખાતે રહેતા ચિરાગભાઇ રમેશભાઇ હેરમા નામના વેપારી ગત તા-૧૧/૦૩/૨૦૨૩ના રોજ રાત્રે પોતાના ઘર પાસે સ્કુટી પર ઉભા હતા. ત્યારે તેની પાડોસમાં રહેતા ભરતસિંહ બાબુભા ઝાલાએ ફરિયાદી યુવક પાસે આવી અને તને કેની હવા છે તેમ કહી અને જેમફાવે તેમ ગાળો આપી લાકડી વતી માર્યો હતો તથા અક્ષયરાજસિંહ ભરતસિંહ ઝાલાએ લોખંડના પાઈપ વતી ફરિયાદીના જમણા હાથે તથા ફરિયાદીના ઘરના સભ્યોને શરીરે મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.