મોરબી એલસીબી તથા પેરોલ સ્ક્વોડ ટીમે પૂર્વ બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને માટેલ-ઢુંવા રોડ ઉપર આવેલ સીરામીકના કારખાનામાંથી પકડી લઈ હસ્તગત કરી આગળની કાર્યવાહી સબબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સોંપવા તજવીજ હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસ ટીમ કાર્યરત હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને સંયુક્તમા ખાનગીરાહે હકિકત મળેલ કે, વાકાનેર તાલુકા પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૯માં પોકસો અને દુષ્કર્મ હેઠળની કલમો અન્વયે નોંધાયેલ ગુનાનો આરોપી અજય ગીધારભાઇ બારીક ઓરિસ્સા વાળો, હાલે ઢુવા-માટેલ રોડ પર આવેલ ટોરીસ બાથવેર સીરામીકના કારખાનામાં આવેલ હોવાની ચોકકસ હકીકત મળતા તુરંત તે કારખાનામાં જઈને તપાસ કરતા ઉપરોક્ત ૬ વર્ષથી નાસતો ફરતો આરોપી અજય ગયાધરભાઇ બારીક ઉવ.૨૮ રહે. ચંદામાની તા.બાલીયાપાલ જી. બાલેશ્વર (ઓરીસ્સા) વાળો ટોરીસ બાથવેર સીરામીકના કારખાનામાંથી મળી આવતા તેની અટક કરી હસ્તગત કરવામાં આવ્યો છે, આ સાથે પકડાયેલ આરોપી સામે આગળની ઘટીત કાર્યવાહી અર્થે વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.