વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ઉપર ફરજ બજાવતા મેનેજરને કોન્ટ્રાક્ટ મૂકી દેવા બાબતે રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. હાલ ટોલનાકા મેનેજરે બે વિરુદ્ધ નામ જોગ તથા અન્ય બે અજાણ્યા એમ ચાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે આર્મ્સ એક્ટ તથા બીએનએસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદી મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુ ઉવ.૩૭ જે હાલ મિશરી હોટલ પાછળ સાઈનાથ એપાર્ટમેન્ટ વાંકાનેર ખાતે રહે છે અને વઘાસીયા ટોલનાકા ઉપર મેનેજર તરીકે ફરજ બજાવે છે, તેમણે વાંકાનેર સોટી પોલીસમાં આરોપી રવીરાજ ઝાલા રહે. વાઘસિયા ગામ વાંકાનેર, હરુભા રાગે. વાઘસિયા ગામ વાંકાનેર તથા બે અજાણ્યા ઈસમો એમ કુક ચાર આરોપીઓ વિરુદ્ધ ફકરિયાદ નોંધાવી કે,ગઈ કાલે તા. ૧૧/૧૨/૨૦૨૫ના રોજ ટોલપ્લાઝા બિલ્ડિંગ ખાતે આરોપી રવિરાજ ઝાલા મેડિકલ એઇડ પોસ્ટ પાસે ઊભા રહી પોતાના કમરના પટ્ટામાં લટકાવેલી લાયસન્સવાળી રિવોલ્વર પર હાથ રાખીને ટોલનાકાનો કોન્ટ્રાક્ટ પરત આપવા ધમકી આપવા લાગ્યો હતો. તેણે ગાળો આપતાં કહ્યું કે કોન્ટ્રાક્ટ પાછો નહીં અપાય તો પરિણામ ખરાબ આવશે અને તેમના વગર ટોલનાકું નહીં ચાલે. આ દરમિયાન તેની સાથે રહેલા બે અજાણ્યા ઇસમો પણ ગાળો બોલવા લાગ્યા હતા, જ્યારે હરુભા નામના ઇસમે હિન્દી ભાષામાં અશ્લીલ ગાળો આપી ટોલનાકા નજીક દેખાશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાને પગલે આરોપી રવિરાજ ઝાલા, હરુભા તથા બે અજાણ્યા ઇસમો સામે ધોરણસર કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાઈ છે. હાલ વાંકાનેર સીટી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે









