વાંકાનેર ટાઉનના ગ્રીન ચોક પાસે ખોજાખાના પાછળ આવેલ ખુલ્લા પટ્ટમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા અશરફભાઈ કરીમભાઈ રફાઈ ઉવ.૨૮, જુમાભાઈ સુલેમાનભાઈ રફાઈ ઉવ.૨૪બન્ને રહે.ટંકારા ખારા વિસ્તાર કલ્યાણપુર રોડ તથા નિજામભાઈ ફકીરમામદભાઈ રફાઈ ઉવ.૨૨ રહે. મોરબી વીસીપરા વાળાને વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા ૧૦,૩૦૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.