Thursday, January 23, 2025
HomeGujaratવાંકાનેર : પતિ અને સાસુનાં ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત કરવા પ્રયાસ

વાંકાનેર : પતિ અને સાસુનાં ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત કરવા પ્રયાસ

વાંકાનેરમાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ફીનાઇલની ગોળી તથા ઘેનની ગોળીઓ પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં સમયસરની સારવાર બાદ સ્વસ્થ થતાં પરિણીતાએ પોતાના પતિ અને સાસુ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

બનાવની મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જયોતીબેન જયેશગીરી ગૌસ્વામી (ઉ.વ.૨૨, રહે.વાંકાનેર રંગવાળી શેરી) એ આરોપીઓ જયેશગીરી ભરતગીરી ગૌસ્વામી(પતિ), જયશ્રીબેન ભરતગીરી ગૌસ્વામી (સાસુ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી સાસુએ તેના પુત્રને કહેલ કે આ તારી પત્ની જયોતી મને પુછયા વગર તેના માસીના ઘરે આવતી રહેલ છે,તેમ કહેતા આરોપી પતિએ ફરીયાદી પર ગુસ્સે થઈ કહેવા લાગેલ કે મને પુછયા વગર ઘર બહાર નીકળવુ નહી તેમ કહી ઝગડો કરી મારકુટ કરી ઘરેથી જતા રહેલ અને ગઈકાલ સાંજના આશરે સાડા સાતેક વાગ્યે ફરીયાદી પોતે એકલા હોય ત્યારે તેના પતિ તથા સાસુના આવા ત્રાસથી કંટાળી જઈ પોતે પોતાની મેળે ઘરના બાથરૂમમા પડેલ ફીનાઈલની તથા ઘેનની તથા અન્ય દુખાવાની ગોળી પી લીધેલ અને ઉલ્ટી ઉબકા થતા ઘરના તેમજ આડોશી-પાડોશીને જાણ થતા પરિણીતાને પ્રથમ વાંકાનેર બાદ મોરબીની સરકારી હોસ્પીટલમાં સારવારમા ખસેડાઇ હતી. જ્યા સ્વસ્થ થયા બાદ પરિણીતાએ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!