શ્રી માટેલ વીરપર સયુંકત ગામ પંચાયત દ્વારા પીજીવીસીએલને પત્ર લખી માટેલ ગામમાં વારંવાર વીજ ફોલ્ટ સર્જાય છે. તેમજ વીજ ફોલ્ટ સર્જાયા બાદ ફરિયાદ કર્યાના ત્રણ ત્રણ દિવસ સુધી ફોલ્ટ દૂર થતો નથી તેથી વહેલી તકે ફોલ્ટ દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જો પીજીવીસીએલ દ્વારા ફોલ્ટ દૂર કરવામાં નહિ આવે તો આગામી સમયમાં ખેડૂતો અને ગામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
શ્રી માટેલ વીરપર સંયુક્ત ગામ પંચાયત દ્વારા પીજીવીસીએલને પત્ર લખી માંગ કરવામાં આવી છે કે માટેલ ગામના ખેડૂતો વારંવાર રજૂઆત કરી રહ્યા છે કે વાંકાનેર પીજીવીસીએલની લાઈનમાં તેમજ ખેતીની લાઈનમાં વારંવાર ફોલ્ટ ઊભા થાય છે. જે ફોલ્ટ રીપેર કરવા માટે કમ્પ્લેન કર્યાના ત્રણ ત્રણ દિવસ સુધી ફોલ રીપેર થતા નથી. તે ઉપરાંત માટેલ ગામના સરપંચ મુન્નાભાઈ દુધરેજીયાએ વારંવાર પીજીવીસીએલમાં રજૂઆત કરી છે. પરંતુ પીજીવીસીએલ દ્વારા હજુ સુધી પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. તેથી વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેમજ જો આ જ રીતે રહેશે તો આગામી દિવસોમાં ખેડૂતો તેમજ ગામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તે પ્રકારની ચીમકી પણ વિચારવામાં આવી છે.