વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સીટી સ્ટેશન રોડ ઉપર ચામુંડા હોટલની પાછળ આવેલ ખુલ્લા પટ્ટમાં તીનપત્તિનો જુગાર રમતા કાનાભાઈ રાજુભાઇ ચારોલીયા ઉવ.૩૫ તથા જીતેન્દ્રભાઈ રમેશભાઈ તરેટિયા ઉવ.૩૮ બંને રહે. વાંકાનેર સીટી સ્ટેશન રોડ વાળાને રોકડા રૂ.૨,૧૪૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે પોલીસે બંને આરોપી સામે કેસ રજીસ્ટર કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.