Friday, September 20, 2024
HomeGujaratવાંકાનેર:બાઇક હડફેટે રોડ ઓળંગી રહેલ બે પિતરાઈ બહેન ઇજાગ્રસ્ત 

વાંકાનેર:બાઇક હડફેટે રોડ ઓળંગી રહેલ બે પિતરાઈ બહેન ઇજાગ્રસ્ત 

મળતી માહિતી અનુસાર વાંકાનેરની નર્સરી ચોકડી નજીક મોટા ભોજપરા નજીક ખરાબાની જમીન ઝૂંપડામાં રહેતા પરીવારની બે પિતરાઈ બહેન નર્સરી ચોકડીથી નેશનલ હાઇવે રોડ ઓળંગી રહેલ હોય ત્યારે વાંકાનેર સાઈડથી રોડ ઉપર પુરપાટ ગતિએ ચલાવી આવતા બાઇક રજી. જીજે-૦૩-ઈજી-૦૪૧૯ના ચાલકે બંને બહેનોને હડફેટે લઈ રોડ ઉપર ફંગોળી અકસ્માત સર્જ્યો હતો ત્યારે અકસ્માતમાં બંને પિતરાઈ બહેનોને પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરેલ જ્યાં બંને બહેનને પગમાં તથા સાથળમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ થઈ હોવાનું ડોક્ટરે જાહેર કર્યું હોય હાલ બંનેની રાજકોટ સિવિલમાં સારવાર ચાલુ હોય ત્યારે ઇજાગ્રસ્તની માતા ભુરીબેન બકાભાઇ સીંધવ જાતે સરાણીયા ઉવ.૪૫ રહે.નર્સરી ચોકડી પાસે સરકારી ખરાબામા ઝુપડામા ભોજપરા મોટા તા.વાંકાનેરની ફરિયાદના આધારે આરોપી બાઇક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!