Tuesday, January 7, 2025
HomeGujaratવાંકાનેર : રાતીદેવડી રોડ ઉપર કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં બે ઈજાગ્રસ્ત,...

વાંકાનેર : રાતીદેવડી રોડ ઉપર કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં બે ઈજાગ્રસ્ત, ફરિયાદ નોંધાઈ

અકસ્માતના આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરનાં રાતીદેવળી ગામે રહેતા મોહમદમુસ્તકીમભાઇ અબ્દુલરહીમભાઇ મામદભાઇ બાદીએ આરોપી કાર નં. જીજે-૩૬-આર-૩૦૩૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯ના રોજ સાડા દસેક વાગ્યાના સુમારે રાતીદેવડી રોડ નીશાળીયા મેલડી માતા મંદિરની સામે કાર નં. જીજે-૩૬-આર-૩૦૩૯ ના ચાલકે કાર પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને મોહમદમુસ્તકીમભાઇ અબ્દુલરહીમભાઇ મામદભાઇ બાદીના મોટરસાયકલ નં. જીજે-૦૩-ઈએન-૭૬૯૫ને ઓવર ટેક કરી અચાનક બ્રેક મારતા કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં મોહમદમુસ્તકીમભાઇ તથા તેના પિતા પડી જતા મોહમદમુસ્તકીમભાઇને સામાન્ય ઈજા થયેલ હતી તેમજ તેના પિતાને પગના ગોળાના ભાગે ફ્રેકચર જેવી તથા ખંભામા અને માથાના ભાગે ઇજા થઇ હતી. વાંકાનેર સીટી પોલીસે અકસ્માતનાં ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!