Tuesday, November 26, 2024
HomeGujaratવાંકાનેર:અગાઉ સામસામે બાઈક અથડામણનો ખાર રાખી મંડપ સર્વિસના ધંધાર્થી ઉપર બે શખ્સોનો...

વાંકાનેર:અગાઉ સામસામે બાઈક અથડામણનો ખાર રાખી મંડપ સર્વિસના ધંધાર્થી ઉપર બે શખ્સોનો હુમલો 

વાંકાનેરમાં અગાઉ સામસામે મોટર સાયકલ ભટકાયા હોય તે બાબતનું મનદુઃખ રાખી બે શખ્સો દ્વારા મંડપ સર્વિસના ધંધાર્થી સાથે ઝપાઝપી કરી ચાકુ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અત્રેના વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

 

વાંકાનેરના દીવાનપરા વિસ્તારમાં રહેતા અમિતભાઇ ભરતભાઈ સોલંકી ઉવ.૩૮ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી શૈલેષભાઈ જયંતીભાઈ કોળી તથા રાહુલભાઈ વિજયભાઈ ઉઘરેજા રહે.બંને વેલનાથપરા વાંકાનેર વિરુદ્ધ ફરિયાદ લખાવી જાહેર કર્યું કે અગાઉ અમિતભાઇ તથા આરોપી શૈલેષને આજથી છ સાત મહિના પહેલા સામસામે મો.સા ભટકાયેલ હતા તે બાબતનો ખાર રાખી હાઈકલ તા.10/02ના રોજ બંને આરોપીઓ અમિતભાઇ વાંકાનેર રામચોક બ્રાહ્મણની વાડીએ કામ કરતા હતા ત્યા મો.સાયકલ લઇ આવી અમિતભાઈને બેફામ ગાળો આપતા હતા જેથી અમિતભાઈએ ગાળો આપવાની ના પાડતા બંને આરોપીઓ અમિતભાઇ સાથે ઝપાઝપી કરવા લાગ્યા ત્યારે આરોપી શૈલેષે કીચનમા રહેલ ચાકાથી અમિતભાઈને આંખ ઉપર તથા કાનની પાછળ તથા ગળાની પાછળ લીસોટા જેવી સામાન્ય ઈજા તથા બંને આરોપીઓએ ઢીકાપાટુનો મુંઢ માર મારી અમિતભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી અટક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!