વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામની સીમમાં આવેલ વેલારી ભેખડ નામની નદી પાસે મચ્છુ ૧ ડેમના પાણીમાં કોઈ કારણોસર ડૂબી જતાં એક અજાણ્યા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું, જેમાં અજાણ્યા યુવકની ઉમર આશરે ૩૦ થી ૪૦ વર્ષની હોય, તેમજ તેની ઊંચાઈ સાડા પાંચ ફૂટ હોય, જે કોઈપણ કારણોસર મચ્છુ-૧ ડેમમાં પડી જતા તેનું મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે, આ સાથે જાહેર કરનાર ભવાનભાઈ ઘોઘાભાઈ રાઠોડ પાસેથી વાંકાનેર તાલુકા પોલીસે પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી મૃતકના વાલી-વારસની શોધખોળ શરૂ કરી છે