વાંકાનેર: મોરબીના નવલખી ઓવરબ્રિજ નીચેથી બાઇક ચોરી કરનાર વાહન ચોરને વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા જીનપરા જકાત નાકાથી ચોરાઉ બાઇક સાથે ઝડપી લેવામાં આવ્યો છે.
વાંકાનેર સીટી પોલીસ મથકના પીઆઇ એચ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વાંકાનેર જીનપરા જકાત નાકા ખાતે વાહન ચેકીંગમા હોય તે દરમ્યામ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે એક ઇસમને રોકી, ચેસીસ નંબરને પોકેટકોપની મદદથી વાહન સર્ચ કરી તેમજ શંકાસ્પદ ઈસમની સધન પુછપરછ કરતા, મોરબી નવલખી ઓવર બ્રીજ નીચેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી જેથી વાંકાનેર સીટી પોલીસ ટીમે આરોપી અલ્પેશભાઇ રમેશભાઇ બોહુકીયા ઉવ.૨૧ હાલ રહે. વીશીપરા મોરબી મુળ રહે.વાવડી ગામ તા-ચોટીલા જી-સુરેન્દ્રનગરવાળાની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.