વાંકાનેરના માટેલ ગામ નજીક સનસાઈન સેરા સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ મધપ્રદેશન જાંબુઆ જીલ્લાના દૂધી ગામના રહેવાસી વીજેનભાઈ કાળુભાઇ મેડા ઉવ.૧૯ ગઈકાલ તા.૩૦/૦૪ના રોજ બપોરના સમયે સનસાઇન સેરા સીરામીકમાં માટી ખાતામાં મજુરી કામ કરતો હતો તે દરમ્યાન કન્વેયર બેલ્ટમાં અકસ્માતે હાથ આવી જતા માથામાં તથા બન્ને હાથમાં ગંભીર ઇજાઓ થતા વિજેનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.