વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી જાહેર થયા બાદ ગત ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ મતગણતરી યોજાઈ હતી. જેમાં ખેડૂત વિભાગના ૩૧ મતોની ગણતરી માટે કોર્ટમાં કેસ ચાલતા ગણતરી મૌકુફ રખવાની ફરજ પડી હતી. ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં ૩૧ મતોની ગણતરી માટે મંજુરી આપવામાં આવતા આવતીકાલે થશે મત ગણતરી હાથ ધરવામાં આવશે.જે ૩૧ મતોની ગણતરી આવતીકાલે કરવામાં આવશે. આ ૩૧ મતોની ગણતરી બાદ જ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પર ભગવો લહેરાશે કે કોંગેસનો પંજો યથાવત રહેશે તે પરથી પરદો ઊંચકાશે. ઉલ્લેખનીય છે કે ૧૨ જાન્યુઆરીના રોજ ખેડૂત વીભાગના કુલ ૬૫૪ મતોમાંથી ૬૨૩ મતોની ગણતરી કરવામાં આવી હતી.જેમાં વેપારી વિભાગની ૪ અને ખરીદ-વેચાણ વિભાગની ૧ બેઠક પર કોંગ્રેસ જીત મેળવી ચુકી છે.