Saturday, December 21, 2024
HomeGujaratવાંકાનેર : તીથવા ગામનાં પાટીયા નજીક બાઈક સ્લીપ થવા યુવાન ઈજાગ્રસ્ત, ફરિયાદ...

વાંકાનેર : તીથવા ગામનાં પાટીયા નજીક બાઈક સ્લીપ થવા યુવાન ઈજાગ્રસ્ત, ફરિયાદ નોંધાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર અજરૂદિનભાઇ યુનુસભાઇ પરાસરા (ઉ.વ.૩૦ ધંધો ડ્રાઇવીંગ રહે. પાચદ્રારકા તા.વાંકાનેર)એ આરોપી સીટી બજાજ બાઈક નં. જીજે-૩૬-કયુ-૯૩૩૨ નાં ચાલક અમઝદભાઇ (રહે. પાંચદ્રારકા તા.વાંકાનેર) વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૧૦ મેના રોજ આશરે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં વાંકાનેર-વાલાસણ રોડ ઉપર તીથવા ગામના પાટીયાથી થોડે આગળ ગરીવાળા હોકળા પાસે પુલીયાની બાજુમાં ફરિયાદીનાં મોટા બાપુનાં દીકરા આરોપી અમઝદભાઇએ બાઇકને ગફલત ભરી રીતે ચલાવી બાઇકને પથ્થર સાથે ભટકાળી રોડ ઉપર સ્લીપ ખવડાવી ફરીયાદીને બાઈકમાંથી પછાડી દઇ માથામાં તેમજ મણકાના ભાગે ગંભીર પ્રકાર ઇજા કરી હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!