વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં યુવક મકાન પાણીથી સાફ કરતો હોય ત્યારે પાડોશમાં રહેતા એક મહિલા સહિતના ચાર લોકોએ યુવક અને તેના ભાઈ ઉપર ધોકા, પાઇપ વડે હુમલો કરી શરીરે ઇજાઓ લાહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારે સમગ્ર બનાવ અંગે ભોગ બનનાર યુવક દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની ભાટીયા સોસાયટી જલારામ જીન પાછળ ત્રણ માળીયામાં રહેતા આસિફરજા શાકિરહુસેન સેખ ઉવ.૨૦ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી રહેમતબેન હબીબભાઈ ઝફરાણી, મોશીન હબીબભાઈ ઝફરાણી, ફિરોજ હબીબભાઈ ઝફરાણી તથા અરબાઝ કાફી એમ કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા.૧૩/૦૩ના રોજના ફરીયાદી પોતાના મકાનનું કલરકામ ચાલતુ હોય અને મકાન પાણીથી સાફ કરતા હોય ત્યારે મકાનનુ પાણી શેરીમા જતા મહિલા આરોપી રહેમતબેન ફરિયાદી પાસે આવી કહેવા લાગેલ કે ‘પાણી અમારા મકાનની સામે શેરીમા આવવુ ન જોઇએ’ તેમ કહી ગાળો દેવા લાગેલ બાદ થોડીવારમા તેમના બંને પુત્રો સહિત ત્રણેય આરોપીઓ પોતાના હાથમા લાકડાનો ધોકો, પ્લાસ્ટીકનો ધોકો, તથા સ્ટીલનો પાઈપ લઈને આવેલ અને આરોપીને મારવા લાગ્યા તે દરમિયાન ફરિયાદીના ભાઈ તહેશીલરજા આવતા તેની સાથે પણ ઝપાઝપી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ આરોપીઓએ ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હોય, ત્યારે વાંકાનેર સીટી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની અટક કરવા સહિતની તજવીજ હાથ ધરી છે.