વાંકાનેરમાં રેલ્વે સ્ટેશન રોડ અમરસિંહજી મીલની સામે રહેતા જ્યેન્દ્રસિંહ મધુભા ઝાલાને છેલ્લા બે માસથી ઉત્તમસિંહ ગોહિલ સાથે એનકેન પ્રકારે બોલાચાલી થઈ ઝઘડો થતો હોય જેનો ખાર રાખી ગઈકાલ તા.૨૭/૦૭ના રોજ જયેન્દ્રસિંહ પોતાના ઘરની સામે ચા વાળાની દુકાને મિત્રો સાથે બેઠા હોય તે દરમિયાન ઉત્તમસિંહ ગોહિલ ત્યાં આવી, કહેવા લાગ્યા કે, મારી સાથે કેમ બોલાચાલી ઝઘડો કરે છે, તેમ કહી પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી જ્યેન્દ્રસિંહને પડખાના ભાગે છરીનો એક ઘા મારી દીધો હતો, બનાવ બાદ તાત્કાલિક જ્યેન્દ્રસિંહના મિત્રો ખાનગી વાહનમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લાવ્યા હતા. હાલ જ્યેન્દ્રસિંહે આરોપી ઉત્તમસિંહ ભગીરથસિંહ ગોહિલ રહે.વાંકાનેર સ્વપ્નલોક સોસાયટી વાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરિધ ગુનો દાખલ કરી તેને પકડી લેવા તપાસની તજવીજ હાથ ધરી છે