વાંકાનેરમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારે જુવાન જોત દીકરાએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
માલા,ટી માહિતી અનુસાર, વાંકાનેરના નવાપરા ખડીપરા ખાતે રહેતા ભરતભાઇ જીવણભાઇ સારલા નામના યુવકે ગઈકાલે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળાફાસો ખાઇ લેતા તેના પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.