Thursday, July 10, 2025
HomeGujaratવાંકાનેરના ચકચારી અપહરણ તથા પોકસો કેસના આરોપીનો ર્નિદોષ છુટકારો

વાંકાનેરના ચકચારી અપહરણ તથા પોકસો કેસના આરોપીનો ર્નિદોષ છુટકારો

વાંકાનેરના ચકચારી અપહરણ તથા દુષ્કર્મના કેસમાં આરોપીને પોકસો કોર્ટ મોરબી દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપીએ સગીરાને ભગાડી જઈ વારંવાર દુષ્કર્મ આચરતા સમગ્ર મામલે સગીરાના પરિવારજનોએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરની સગીરાને સંજય ઉર્ફે સુદો સુરેશભાઈ વરેસા નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો અને અવાર નવાર શરીર સંબંધ બાંધતા સમગ્ર મામલે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. જેથી પોલીસે આરોપી સંજય ઉર્ફે સુદો સુરેશભાઈ વરેસાની ધરપકડ કરી હતી. ત્યારે આ કેસમાં ફરીયાદી પક્ષે ફરીયાદી, ભોગબનનાર, ભોગબનનારના માતા-પિતા તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરો, પોલીસ તથા તપાસ કરનાર અધીકારી વિગેરેની જુબાની લેવામાં આવી હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે ફરીયાદી દ્વારા આરોપીને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દઈ ખોટી ફરીયાદ કરવામાં આવી છે. આરોપી તદન નીર્દોષ છે. જયારે બચાવ પક્ષે આરોપીએ કોઈ ગુનો કરેલ હોય તેવા કોઈ તત્વો ફલીત થતા ન હોય ત્યારે આરોપીને નીર્દોષ છોડી મુકવો જોઈએ. કોર્ટ ચુકાદો આપે ત્યારે સમગ્ર હકીકતોને ધ્યાને લેવી જોઈએ. જેથી શંકા સાબીતીનું કયારેય સ્થાન ન લઈ શકે ફરિયાદપક્ષે કેસ શંકા રહીત સાબીત કરવો જોઈએ તે કરવામાં સંપુર્ણ નીષ્ફળ રહેલ છે. જેથી આરોપીને સજા ન કરી શકાય. તમામ દલીલના અંતે પોકસો કોર્ટ મોરબી દ્વારા આરોપીને ભારતીય દંડ સંહીતાની કલમ-, ૩૬૩,૩૬૬,૩૭૬ (૨) (જે) (એન), ૩૭૬(૩) તથા જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ ની કલમ-૫(એલ), ૬ મુજબના શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. ત્યારે આરોપી તરફે મોરબીના એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયા, જીતેન. ડી અગેચાણીયા, રવિ ડી. ચાવડા, કુલદિપ ઝિંઝુવાડીયા, આરતી પંચાસરા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!