મોરબી જિલ્લામા માર્ગ અકસ્માતના બે બનાવો સામે આવ્યા છે. જેમાં વાંકાનેર તાલુકાના જોધપર ગામે રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા રીક્ષાચાલકનું મોત નીપજ્યું હતું જ્યારે રીક્ષા સવાર પેસેન્જરોને ઇજા થઈ હતી ઉપરાંત મોરબીમાં એક રીક્ષાચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
બનાવની વિગત મુજબ જોધપર ગામ નજીક સી.એન.જી.રીક્ષા રજી.નં.GJ-03-BU-8758ના ચાલકે બેફામ સ્પીડે રીક્ષા ચલાવી સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા રીક્ષા ટ્રકના ઠાઠામા ભટકાઈ હતી. ધડાકાભેર થયેલા અકસ્માતમાં સી.એન.જી. રીક્ષા રજી.નં. GJ-03-BU-8758 ના ચાલક ભાનુભાઇ કરમશીભાઇ ભાલીયા (ઉ.વ.આશરે ૫૨ રહે. ભલગામ તા. વાંકાનેર) ને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે રીક્ષાસવાર સાહેદ અબ્દુલભાઇ, હુશેનભાઇ અલાઉદીનભાઇ વડાવીયા, ગોરધનભાઇ આંબાભાઇ કાસમભાઇ અને કાસમભાઇ ઉસ્માનભાઇ ખોરજીયાને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ અંગે અફજલભાઇ અબ્દુલભાઇ વડાવીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
- મોરબીમાં રીક્ષા અડફેટે બાઈકચાલકને ઇજા
અકસ્માતના અન્ય એક બનાવમાં મોરબીના શક્તિ ચેમ્બર નજીક રોંગ સાઈડના આવતા એન.જી.ઓટો રીક્ષા નં. GJ-36-U-7041ના ચાલકે બાઈકને અડફેટે લેતા એક્સમાંત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલક કાંતીલાલ મોહનભાઈ સાણંદીયા (ઉ.વ.૪૭ ધંધો વાહન લે-વેચ રહે.મોરબી) જમીન પર પટકાતા તેને જમણા પગના ઢીંચણમાં ફેક્ચર થયું હતું. આથી કાંતીલાલ મોહનભાઈ સાણંદીયાએ રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તાપસ હાથ ધરી છે.