મોરબી જિલ્લામાં ગઈકાલે એક જ દિવસમાં ત્રણ અકાળે મોતના બનાવો નોંધાયા હતા. જેમાં વાંકાનેરની સગીરાનો ઇલેક્ટ્રિક શોક લગતા તો મોરબીના વૃદ્ધનું બીમારી સબબ મોત નીપજ્યું હતું. જયારે મોરબી તાલુકાનાં ખાનપર સીમમાં રહેતા આધેડે ગળેફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું
પ્રથમ બનાવમાં, વાંકાનેરની ચંદ્રપુર મંડળીવાળી શેરી ખાતે રહેતી અસ્માબેન દાઉદભાઇ મોડ નામની સગીરાને પોતાના ઘરે ઇલેક્ટ્રીક શોક લાગતા તાત્કાલિક તેના પરિવારજનો દ્વારા તેને વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, મોરબીનાં શ્રી યદુનંદન ગૌ સેવા ટ્રષ્ટ સંચાલીત માનવ સેવા આશ્રમ લીલાપર રોડ ખાતે રહેતા રામચરણપાલ રામરતનપાલ નામના વૃદ્ધને બીમારી સબબ મોરબી યદુનંદન ટ્રષ્ટમાં બે દીવસ પહેલા નિરાધાર માનવ સેવા માટે લાવેલ હતા. જેને ગઈકાલે માનવ સેવા કરતા દીપકભાઈ શીવલાલ જેઠવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડતા ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
ત્રીજા બનાવમાં, મોરબી તાલુકાના ખાનપર સીમમા રહેતા રામજીભાઈ સવજીભાઈ રાઠોડ નામના આધેડે ગઈકાલે પોતાની વાડીની રૂમમા કોઈપણ કારનોસર ગળાફાસો ખાઈ લેતા તેમના મોટા ભાઈ વલ્લભભાઈ સવજીભાઈ રાઠોડ દ્વારા સમગ્ર મામલાની મોરબી તાલુકા પોલીસને જાણ કરાઈ હતી. જેને લઇ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.