મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે પીઆઇ એમ.આર.ગોઢાણીયાને આપેલ સુચનાઓને ધ્યાને લઈને એલસીબી પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ એન.બી.ડાભી અને પીએસઆઇ એન.એચ.ચુડાસમાની ટીમેં બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ધાડના ગુન્હામાં ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપી ફતેસિંહ લખમણ સંગાડીયા ઉ.વ.૪૫ મૂળ.રહે.ભાંડાખેડા તા.રાણાપુર જી.જાંબુઆ (એમ.પી.) હાલ.રહે.પાંચવડા ગામની સીમ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગરવાળાને ગઈકાલે પાંચવડા ગામની સીમમાંથી પકડી પાડી મોરબી તાલુકા પોલીસને સોંપી દીધો હતો.
આ સફળ કામગીરીમાં એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડના પીઆઈ એમ.આર.ગોઢાણીયા પોલીસ પીએસઆઇ એન.બી.ડાભી,પીએસઆઇ એન.એચ.ચુડાસમા, પીએસઆઇ એ.ડી.જાડેજા તથા એ એસ આઈ પોલાભાઇ ખાંભરા, રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, કૌશીકભાઇ મારવણીયા તથા HC વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા, રામભાઇ મંઢ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, દશરથસિંહ ચાવડા, યોગીરાજસિંહ જાડેજા તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રા, રવિરાજસિંહ ઝાલા, અશોકસિંહ ચુડાસમા પરાક્રમસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.