Thursday, June 19, 2025
HomeGujaratસગીર વિધાર્થીઓને વાહનો આપતા વાલીઓ માટે ચેતવણી:પોલીસે ઝુંબેશ ચલાવી ૨૧ સ્કૂલ વાન...

સગીર વિધાર્થીઓને વાહનો આપતા વાલીઓ માટે ચેતવણી:પોલીસે ઝુંબેશ ચલાવી ૨૧ સ્કૂલ વાન ડિટેઇન કરી ૪૯ વાલીઓ વિરુદ્ધ કેસ કર્યા

મોરબી પોલીસે ૧૬ થી ૧૮ જૂન દરમિયાન સ્કૂલ વાહનો અને અંડર-એજ ડ્રાઇવિંગ વિરુદ્ધ વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી હતી.જેમાં ૭૭૯ સ્કૂલ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, ૨૧ વાહનો ડિટેઇન કરાયા અને વિશેષ કાર્યવાહીમાં સગીર વાહનચાલકોના વાલીઓ સામે ૪૯ કેસ નોંધવામાં આવ્યા છે, આ સાથે કુલ રૂ. ૬૯,૫૦૦/-નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

                                         

મોરબી જીલ્લામાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને ટ્રાફિક તેમજ આર.ટી.ઓ.ના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા ૧૬ થી ૧૮ જૂન સુધી જીલ્લા પોલીસ દ્વારા સ્પેશિયલ વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી. આ ડ્રાઈવમાં કુલ ૭૭૯ સ્કૂલ વાનની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી ટ્રાફિક તથા આર.ટી.ઓ. નિયમોનુ ઉલ્લંઘન કરનારા ૨૧ સ્કૂલ વાહનોને એમ.વી. એક્ટ ૨૦૭ મુજબ ડિટેઇન કરવામાં આવ્યા હતા. તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ૧૪૦ વાહન ચાલકોને પાવતીના આધારે કુલ રૂ. ૬૯,૫૦૦/- દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિશેષ કાર્યવાહીમાં લાઇસન્સ વિના વાહન હંકારતા સગીર વયના બાળકોના વાલીઓ વિરુદ્ધ ૪૯ કેસ નોંધવામાં આવ્યા હતા. જે થકી નાના બાળકોના હાથે વાહન ચલાવવાનું ગંભીર પરિણામ સામે આવે છે તે સ્પષ્ટ કરવા આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

                             

પોલીસ દ્વારા ડ્રાઈવ દરમ્યાન સ્કૂલ વાનના ડ્રાઈવરોને ટ્રાફિક નિયમો, આર.ટી.ઓ.ના નિયમો તથા ફર્સ્ટ એઇડ કિટ, ફાયર એક્સ્ટિંગ્વિશર, ફિટનેસ ટેસ્ટ સર્ટિફિકેટ વગેરે બાબતે માર્ગદર્શન પૂરું પાડતું અવેરનેસ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ સિવાય શાળા સંચાલકોને પણ જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રાદેશિક વાહન વ્યવહાર કમિશનરની સૂચનાઓના પાલન કરવા અનુરોધ કરાયો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!