Friday, September 20, 2024
HomeGujaratચેતજો:મોરબીમાં નોકરીની લોભામણી લાલચે યુવકે ઓનલાઇન રૂપિયા ૭૭ હજાર ગુમાવ્યા

ચેતજો:મોરબીમાં નોકરીની લોભામણી લાલચે યુવકે ઓનલાઇન રૂપિયા ૭૭ હજાર ગુમાવ્યા

ટેલિગ્રામમાં આવેલ લિંક ઉપર થયો સમગ્ર ફ્રોડ, ઓનલાઈન ગુગલ પે મારફત બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ રૂપિયા પરત નહિ કરતા નોંધાઈ ફરિયાદ

- Advertisement -
- Advertisement -

મોરબીમાં વધુ એક ઓનલાઇન ફ્રોડના બનાવ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. જેમાં ટેલિગ્રામમાં આવેલ જોબ માટેની લોભામણી જાહેરાતની લિંક ઓપન કરતા તેમાં રોકાણ કરેલ રૂપિયા થોડા ટાઈમમાં ડબલ થઇ જશે જેવો વિશ્વાસ બેસાડી અલગ અલગ બે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ રૂપિયા ૭૭,૮૫૦/- આજદિન સુધી પરત ન મળતા યુવક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના માધાપર શેરી નં.૨૦માં રહેતા ભરતભાઇ ચમનલાલ ડાભી ઉવ-૩૨ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા. ૨૨ માર્ચ ૨૦૨૪ના રોજ ફરિયાદી ભરતભાઈ લાલપર ગામ ખાતે આવેલ અર્બનડાય કારખાનામાં નોકરી ઉપર હતા ત્યારે ટેલીગ્રામમાં આવેલ લીંક mvs8826.cc/index વાળી ઓપન કરતા ઓનલાઇન જોબની લાલચ આપી રોકાણ કરાવી થોડા સમયમાં ડબલ રૂપીયા પરત આપવાની લોભામણી લાલચ આપી ટેકનીકલ માધ્યમથી ઈલેક્ટ્રીક સાધનોનો ઉપયોગ કરી ફરિયાદી ભરતભાઇના બેંક ઓફ બરોડા Account No. 03630100 023066 વાળા માંથી ફોન પે તથા ગુગલ પે મારફત કુલ રૂ.૭૭૮૫૦/- જુદા જુદા બે એસબીઆઈ બેંકના એકાઉન્ટ નં. 00000040569907058 તથા 00000042722219861 માં મેળવી લઇ આજદીન સુધી પરત નહીં કરતા પ્રથમ ફરિયાદી ભરતભાઈએ સાયબર કરાઈ હેલ્પલાઇનમાં અરજી કર્યા બાદ રૂબરૂ મોરબી તાલુકા પોલીસ મથકમાં ઉપરોક્ત ટેલિગ્રામની લિંક ઉપર વિશ્વાસધાત છેતરપીંડી થઇ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૪૦૬,૪૨૦ તથા આઇ.ટી.એકટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!