Monday, January 13, 2025
HomeGujaratવાંકાનેરમાં ચાલુ ટ્રેને ઉતરતા સમયે નીચે પટકાતા મોરબીના ઘડિયાળ ઉધોગપતિનું મોત:સાસુ અને...

વાંકાનેરમાં ચાલુ ટ્રેને ઉતરતા સમયે નીચે પટકાતા મોરબીના ઘડિયાળ ઉધોગપતિનું મોત:સાસુ અને પત્નીને ટ્રેનમાં બેસાડીને પરત ઉતરતી વખતે બન્યો બનાવ.

વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે પોતાની પત્ની અને સાસુને ટ્રેનમાં બેસાડી બેદરકારી દાખવી ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતારવા જતાં સાયન્ટીફીક કલોક કંપનીના માલિકનું નીચે પટકાતા મોત નીપજ્યું છે અને સાસુ અને પત્ની ને ટ્રેનમાં બેસાડીને પરત ઉતરતા હતા તે વખતે બન્યો બનાવ બન્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીની સાયન્ટીફીક કલોક મેન્યુફેક્ચરિંગ કંપનીના માલિક નકુલભાઇ જયેશભાઇ મિસ્ત્રી આજે સવારે સિકંદરાબાદ જતી પોતાની પત્ની અને સાસુને મુકવા વાંકાનેર રેલ્વે સ્ટેશન ગયા હતા. જ્યાં તેઓએ પોતાની પત્ની અને સાસુને કોચમાં બેસાડી દીધા બાદ ટ્રેન ચાલવા મંડતા પોતે ચાલુ ટ્રેને ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દુર્ભાગ્યવશ તેઓનો ટ્રેનમાંથી ઉતરતી વેળાએ પગ લપસી જતા ધડાકાભેર નીચે પટકાયા હતા. જેના કારણે તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા વાંકાનેર રેલવે સ્ટેશન દ્વારા 108ને જાણ કરતા 108 ઘટના સ્થળ ઉપર દોડી આવેલ હતી અને 108 દ્વારા તેઓને તાત્કાલિક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. તેમજ સમગ્ર મામલે આરપીએફ દ્વારા અકાળે મોતની અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!