Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં જળબંબાકાર: જિલ્લાના ત્રણ ડેમોની હેઠવાસમાં આવતા ૬૧ ગામોને એલર્ટ અપાયું

મોરબી જિલ્લામાં જળબંબાકાર: જિલ્લાના ત્રણ ડેમોની હેઠવાસમાં આવતા ૬૧ ગામોને એલર્ટ અપાયું

રાજ્યમાં હાલ ચોમાસું જામી ગયું છે અને ઠેર ઠેર ભારે વરસી રહ્યો છે. મોરબી જિલ્લો પણ તેમાંથી બાકાત રહી શક્યો નથી. મોરબીમાં આજે સતત બીજા દિવસો વરસાદ પડી રહ્યો છે. મોરબી જિલ્લામાં મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. ગઇકાલ સાંજે છ વાગ્યાથી દરેક તાલુકામાં વરસાદ શરુ થતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેને લઈ મોરબીમાં 88MM, માળીયા મીયાણામાં 56MM, ટંકારામાં 97MM, વાંકાનેરમાં 65MM તથા હળવદમાં 111MM વરસાદ નોંધાયો છે. ત્યારે મુરઝાતી મોરને ફરી નવું જીવનદાન મળ્યું હોય તેવું લાગી રહ્યું છે. જેને લઈ ખેડૂતપુત્રોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.તેમજ મોરબી જિલ્લાના દેમોમાં પણ નવા વરસાદી નીર ની આવક શરૂ થઇ ગઇ છે.જેમાં મોરબીના ત્રણ ડેમો ના હેઠવાસમાં આવતા અનેક ગામોને ચેતવણી સંદેશ જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મચ્છુ 2 ડેમ 70% ભરાઈ જતાં અમરેલી, ભડીયાદ, ધરમપુર ,ગોરખીજડિયા,ગુંગણ,જોધપર ,જુનાસાદુડકા,લીલાપર,માનસર,મોરબી,નારણકા,નવા સાદુડકા,રવાપર નદી,રવાપર,ટીંબડી વનાળીયા, વેજલપર માળીયા મીયાણા,બહાદુરગઢ,દેરાળા, ફાટસર,હરીપર,જૂના નાગડાવાસ મહેન્દ્રગઢ,માળીયા મીયાણા મેઘપુર,નવાગામ,નવાનાગડાવાસ, રાસંગપુર,સોખડા,વીરવિદરકા,ફતેપુર અને અમરનગર મળીને કુલ ૩૨ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

મચ્છુ3 ડેમ 90% ભરાઈજતાં ગોરખીજડીયા,વનાળીયા,સાદુડકા,માનસર,રવાપરનદી,અમરનગર,ગુંગણ,નાગડાવાસ,બહાદુરગઢ,સોખડા,દેરાળા, મહેન્દ્રગઢ,મેઘપર,નવાગામ,રાસંગપર,વીરવિદરકા,ફતેપર,માળીયા મીયાણા અને હરીપર મળી ને કુલ ૧૯ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

જ્યારે ઘોડધ્રોઇ ડેમ 70% ભરાઈ જતાં મોરબી તાલુકાનાંજીકીઆરી ચકમપર જીવાપર જસમતગઢ શાપર જેતપુર મચ્છુ રાપર તેમજ માળીયા મીયાણા તાલુકાના માણાબા સુલતાનપુર અને ચીખલી મળીને કુલ દસ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!