Saturday, January 11, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં જળબંબાકાર: બે ડેમ ના દરવાજા ખોલાયા: ખોડિયાર ધામ માટેલ ખાતે...

મોરબી જિલ્લામાં જળબંબાકાર: બે ડેમ ના દરવાજા ખોલાયા: ખોડિયાર ધામ માટેલ ખાતે માટેલીયો ધરો ઓવરફલો

મોરબી જિલ્લામાં ગત રાત્રિથી જળબંબાકાર સર્જાયો છે જેમાં ગઇકાલે મોરબી તાલુકામાં ૮૩મીમી,માળીયા મી.માં ૧૮મીમી,હળવદ માં ૩૯મીમી,ટંકારામાં ૨૨મીમી અને વાંકાનેરમાં ૬૦મીમી વરસાદ નોંધાયો છે.જેને પગલે હળવદ તાલુકાનો એક ડેમ અને મોરબી તાલુકાનો એક ડેમ મળી બે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.અને સુપ્રસિદ્ધ યાત્રા ધામ માટેલ નો માટેલિયો ધરો ઓવર ફલો થયો છે.

- Advertisement -
- Advertisement -

તેમજ મોરબી માં મેઘમહેર થતાં મચ્છુ ૩ ડેમના બે દરવાજા ને દોઢ દોઢ ફૂટ ખોલવામાં આવ્યા છે.જેમાં મચ્છુ 3 ડેમના હેઠવાસમાં આવતા મોરબી અને માળીયા તાલુકાના વીસ ગામોને એલર્ટ કરાયાં.જેમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, સાર્દુળકા,માનસર,રવાપર નદી,અમરનગર, નારણકા, ગુંગણ, બહાદુરગઢ ગામો તેમજ માળીયા મી.તાલુકાના દેરાળા, મહેન્દ્ર્ગઢ,મેઘપર ,નવાગામ, રાસંગપર,વીર વિદરકા, ફતેપર,માળીયા અને હરીપર ને એલર્ટ આપવામાં.આવ્યું છે.હાલમાં મચ્છુ ૩ ડેમ માંથી ૨૫૧૪ કયુસેક પ્રવાહની આવક સામે ૨૫૧૪ કયુસેક પ્રવાહ થી પાણીની જાવક ચાલુ છે.

તેમજ હળવદના વાત કરીએ તો હળવદમાં પણ સારો વરસાદ થતા હળવદના બ્રાહ્મણી-2 ડેમમાં નવા નીરની આવક થઈ છે અને એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે.જે અનુસંધાને હેઠવાસમાં આવતા ગામો સુસવાવ,ટીકર, મિયાણી,મયુરનગર,માનગઢ,ખોડ, કેદારિયા, ચાડધ્રા અને અજીતગઢ સહિત નવ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે અને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

વાંકાનેરની વાત કરીએ તો વાંકાનેર તાલુકામાં પણ ૬૦મીમી જેટલો વરસાદ નોંધાયો છે જેને પગલે સુપ્રસિદ્ધ યાત્રા ધામ માટેલ નો માટેલિયો ધરો ઓવરફ્લો થયો છે.અને આ ધરાના પાણી માટેલ યાત્રાધામની બજારમાં ફરી વળ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!