Monday, January 13, 2025
HomeGujaratઅહી એટીએમમાંથી નીકળે છે પાણી:ટંકારાના નેકનામ ગામે વોટર એટીએમમાં મળે છે એક...

અહી એટીએમમાંથી નીકળે છે પાણી:ટંકારાના નેકનામ ગામે વોટર એટીએમમાં મળે છે એક રૂપિયામાં આઠ લીટર શુદ્ધ પાણી

મોરબી જિલ્લાના નેકનામ ગામે વોટર એટીએમ મૂકવામાં આવ્યું છે સરકાર અને સંસ્થાઓ ના સહયોગ થી આ વોટર એટીએમ છેલ્લા આઠ વર્ષથી કાર્યરત છે આજના સમયમાં બજારમાં 20 લીટર ફિલ્ટર પાણી ની બોટલો ના 30 રૂપિયા વસૂલવામાં આવે છે તેમજ દુકાનો માં વેચાતી બોટલો તો 20 રૂપિયાનું એક લીટર ના ભાવથી વેચવામાં આવે છે ત્યારે નેકનામ ગામે માત્ર 1 રૂપિયમાં 8 લીટર ફિલ્ટર પાણી વોટર એટીએમ દ્વારા 24 કલાક પાણી આપવામાં આવી રહ્યું છે તેમજ કોઈપણ સવલત મળ્યા પછી જાળવણી નુ મહત્વ વધુ હોય છે તેમજ લોકો પાણીની કીમત સમજે અને બગાડ ન કરે તે હેતુથી પાણી સાવ મફત આપવામાં આવતું નથી.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ નેકનામ ગામ મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલું છે અને અંદાજીત 4 હજારથી વધુની વસ્તી ધરાવતા આ ગામમાં આજથી લગભગ ૮ વર્ષ પહેલા ગ્રામ પંચાયતના પ્રયાસોથી ગામના અગ્રણી દ્વારા ગ્રામ પંચાયતને આ વોટર એ.ટી.એમ. અર્પણ કરવામાં આવ્યું. ત્યારથી આજ સુધી ગ્રામ પંચાયત દ્વારા અવિરતપણે આ વોટર એ.ટી.એમ.નું યોગ્ય સંચાલન કરવામાં આવી રહ્યું છે અને ગ્રામજનો આ સુવિધાનો ખૂબ સારી રીતે લાભ મેળવી રહ્યા છે.

સમગ્ર પ્રક્રિયા વિશે વાત કરીએ તો ગ્રામ પંચાયત દ્વારા પાઈપલાઈનની મદદથી નર્મદાનું પાણી એક કુવામાં ઠાલવવામાં આવે છે. આ કુવાનું પાણી વોટર ફિલ્ટર સુધી લાવવામાં આવે છે જ્યાં આ પાણીને સંપૂર્ણ રીતે ફિલ્ટર કરવામાં આવે છે. આ ફિલ્ટર દર કલાકે ૮૦૦ થી ૧૦૦૦ હજાર લીટર પાણી ફિલ્ટર કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યાંથી આ પાણી વોટર એ.ટી.એમ. સિસ્ટમમાં આવે છે. ત્યારબાદ ગ્રામજનો 1 રૂપિયો નાખી સરળતાથી 8 લીટર પાણી મેળવી શકે છે. વોટર એ.ટી.એમ. થકી લોકોને નજીવા દરે ચોખ્ખું પાણી નિયમિત પણે મળી રહે છે. પાણી સાવ મફતમાં ન મળતું હોવાથી લોકો પાણીની કિંમત સમજે છે જેથી પાણીનો નહિવત બગાડ થાય છે અને ચોખ્ખું પાણી મળતું હોવાથી પાણીજન્ય રોગ થવાની પણ સંભાવનાઓ નહિવત થઈ જાય છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!