હળવદ તાલુકાના મીયાણી ગામે ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની મોકાણ શરૂ થતાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્વારા જિલ્લા કલેક્ટર સહિતનાઓને લેખિત રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવ્યા અનુસાર હળવદ તાલુકાના ટીકરના રણની નજીક આવેલ મીયાણી ગામમાં સરકારની જે યોજના દ્વારા પાણીની લાઈનો નાખેલ છે. તેમાંથી હાલમાં પાણી મળતું ન હોવાથી ગ્રામજનોની મુશ્કેલી વધી રહી છે. અને લોકો પાણી માટે દર દર ભટકવા મજબૂર બન્યા છે. જો ઉનાળાના પ્રારંભે આ પરિસ્થિતિ હોય તો આગામી સમયમાં લોકોની સમસ્યાની કલ્પના કરવીમાં પણ બિહામણું ચિત્ર ઊભું થયા છે આથી તાત્કાલિક પાણીની સમસ્યાનો અંત લાવવા માંગ કરાઈ છે જો આ દિશામા કાર્યવાહી કરવામાં નહિ આવે તો ના છુટકે ગામના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે. તેમ અંતમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ જણાવ્યું હતું.