અંતર નો અવાજ સાંભળીને જાતે ગેરકાયદેસર કનેક્શન દુર કરો અન્યથા પાંચ હજારનો દંડ અને કાનુની કાર્યવાહી માટે તૈયાર રહો
ટંકારા નગરપાલિકા વહીવટદાર અને ટંકારા મામલતદાર તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કેતન સખિયા ટંકારા ચિફ ઓફિસર ગિરીશ સરૈયા એ જાહેર નોટિસ જારી કરી ટંકારા પાલિકા વિસ્તાર માટે સંપ થી સ્ટોરેજ ટાકા સુધીની મુખ્ય લાઈનમાં ભંગાણ કરી રહેણાંક / વાણિજ્ય એકમો માં ગેર કાયદેસર કનેક્શન મેળવી નગરજનોને પીવાનું અને વપરાશનું પાણી પુરતું ન મળતા આખરે તંત્રએ પાણીની પરોજણ દુર કરવા માટે ધોકો ઉપાડ્યો હોય નોટિસ થકી ઈમાનદારી પુર્વક ગાંધી જયંતિ 2 ઓક્ટોબર બુધવાર સુધી સ્વેચ્છાએ કનેક્શન બંધ કરી દેવા જણાવ્યું છે જો નૈતિકતા વાપરી ગેર કાયદેસર કનેક્શન નહી દુર કરે તો રૂપિયા પાંચ હજાર નો દંડ અને કાનુની કાર્યવાહી કરવામાં આવશે તેવી નોધ લેવા યાદીમાં જણાવ્યું છે.