નુતનવર્ષ નિમિતે મોરબી જિલ્લા ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે મોરબી રાજકોટ હાઇવે પર આવેલ ફાર્મ ખાતે આયોજિત સ્નેહ મિલન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી હતી. આ ઉપરાંત બહોળી સંખ્યામાં ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અગ્રણી ઉદ્યોગપતિઓ દ્વારા મુખ્યમંત્રીનું રજતતુલાથી સન્માન કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લા ભાજપ દ્વારા મંચસ્ત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરી જાજરમાન સ્નેહમિલન સમારોહનો પ્રારંભ કરાયો હતો આ અવસરે મુખ્યમંત્રીએ હાજરી આપી કાર્યક્રમની શોભાને ચાર ચાંદ લગાવ્યા હતાં. સ્નેહમિલન સમારોહમાં મુખ્યમંત્રીએ ભાજપના કાર્યકર્તાઓના બે મોઢે વખાણ કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં જે કાર્યકર્તા ખંતથી કામ કરે છે તે જરૂર આગળ આવે છે. ભારતીય જનતા પાર્ટી બધાને સાથે લઈને ચાલવા વળી પાર્ટી છે જેમાં મારો પણ નમ્બર લાગી જતા સામાન્ય કાર્યકર્તાની માફક નીચે બેસીને હું ઉપર આવી ગયો.
મોરબીના ઉદ્યોગપતિઓની કામગીરીને બિરદાવતા તેઓએ જણાવ્યુ હતું કે ઉધોગમાં કોમ્પિટિશન નથી કોઈ ઉધોગપતિ નીચે પડે તો બીજો તેને ઉપર લાવે છે.જે આવકાર દાયક બાબત છે. વિકાસકામો અંગેની વાતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી કામો બાબતે પૈસા ખૂટવાના નથી એટલે તમે કામ લઈને આવો અમે મંજુર કરવા માટે બેઠા છીએ. પહેલા પણ ભાજપનું શાશન હતું આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે તેઓ આશાવાદ પણ તેઓએ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં સ્થાનિક લોકો સાથે કાર્યકર્તા કામ લઈને આવશે તો કાર્યકર્તાનો વટ પાડી દેવાની જવાબદારી અમારી છે. તેમ મુખ્યમંત્રી એ જણાવ્યું હતું. અહીંથી જે કાંઈ પણ બોલીએ છીએ તે યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડ્યો છે એટલે લોકો ચૂંટી રહ્યા છે.
આ ભભકાદાર સ્નેહ મિલન સમારોહમાં મોરબી ના ધારાસભ્ય અને શ્રમ રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી કચ્છના સાંસદ સભ્ય વિનોદ ચાવડા, રાજકોટ સાંસદ મોહન કુંડારિયા, મંત્રી દેવભાઈ માલમ ,મંત્રી મહેન્દ્ર મુંજપરા,સાંસદ સભ્ય પૂનમબેન માડ્મ હળવદ ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા સહિત જીલ્લા ભાજપ આગેવાનો હાજર રહ્યા હતા.