Friday, January 10, 2025
HomeGujarat"હમ નહિ સુધરેંગે !" :મોરબીમાં ત્રણ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે બે...

“હમ નહિ સુધરેંગે !” :મોરબીમાં ત્રણ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા એક ફરાર

મોરબી જિલ્લા પોલીસ અવાર-નવાર રેઇડ કરી અનેક સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરે છે. અને આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે છે. પરંતુ આ જાકુબનાં ધંધા કરવા ટેવાયેલ લોકો જાણે પોતાની આદતોથી બહાર આવવા માંગતા ન હોય તેમ ફરી દારૂ વેચવાનું ચાલુ કરી દયે છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે ત્રણ સ્થળોએ રેઇડ કરી બે ઈસમોને દારૂના જથ્થા સાથે પકડી પાડ્યા છે. જયારે એક શખ્સ ફરાર થયો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકાના જેપુર ગામની સીમ જીવાપર ગામના પાટીયા થી જેપુર જવાના રસ્તા પર એક શખ્સ દારૂ ભરેલી સ્કોડા કંનીની કાર લઈને આવવાનો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી. પરંતુ પોલીસને જોઈ જતા શખ્સ પોતાની GJ -21-M-5747 નંબરની રૂ.૩,૫૦,૦૦૦/-ની કિંમતની સ્કોડા કંનીની કાર સ્થળ પર મૂકી ફરાર થયો હતો. ત્યારે પોલીસે કાર પાસે જઈ તેમાં તપાસ કરતા કારની ડેકીમા રહેત ભારતીય બનાવટની મેજીક મુમેન્ટ ગ્રીન વોડકાની રૂ.૧૯,૮૦૦/-ની કિંમતની ૬૦ બોટલો તથા મેકડોવેલ્સ નં-૧ ની રૂ.૨૨,૫૦૦/-ની કિંમતની ૬૦ બોટલો મળી કુલ રૂ.૩,૯૨,૩૦૦/-નો મુદ્દામાલ પોલીસે પકડી પાડી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ શંકાના આધારે મોરબી લાતી પ્લૉટ શેરી નં.૩-૪ વચ્ચે શમશાદ ઉર્ફે સમીર જુસબભાઈ કટીયા (રહે. લાતી પ્લૉટ શેરી નં.૩-૪ વચ્ચે મોરબી) નામના શખ્સને રોકી તેની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે તેની તપાસ કરતા આરોપી પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોલ્સ નં.૧ ની શીલબંધ એક બોટલ મળી આવતા પોલીસે રૂ.૫૦૦/-ની બોટલ વેચાણ કરવા અર્થે આરોપી લઈ જતા તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોરબી કાલીકા પ્લોટ શેરી નં.૧ માં ઉમંગભાઈ નીરંજનભાઈ લખતરીયા (રહે.મોરબી રવાપર રોડ કાલીકા પ્લોટ શેરી નં.૧ બીગ ફેસનવાળી શેરી) નામના શખ્સને રોકી શંકાના આધારે તેની તપાસ કરતા આરોપી પાસેથી મેજીક મુમેટસ ગ્રેઈન વોડકાની બોટલમાં આશરે ૩૫૦ એમ.એલ. જેટલો કેફી પ્રવાહી વિદેશી દારુ મળી આવતા પોલીસે રૂ.૧૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઉમંગભાઈ નીરંજનભાઈ લખતરીયા (રહે.મોરબી રવાપર રોડ કાલીકા પ્લોટ શેરી નં.૧ બીગ ફેસનવાળી શેરી)ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!