આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ–ગાંધીનગરનાં માર્ગદર્શનથી મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી અને પી.જી.પટેલ કોલેજ-મોરબીના સયુંકત ઉપક્રમે તા.૨૦/૧૨/૨૦૨૧ થી ૨૬/૧૨/૨૦૨૧ દરમિયાન પી.જી.પટેલ કોલેજ રંગભવન ખાતે અઠવાડિક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સમગ્ર શિબિરનું આયોજન કોલેજના પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન અને પ્રેરણાથી કરવામા આવ્યું હતુ. આ શિબિરમાં ૫૫થી વધુ વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ સાથે કોલેજના આચાર્ય અને પ્રાધ્યાપકો પણ જોડાયા હતા.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, મોરબીની પી જીપટેલ કોલેજમાં છેલ્લા પાંચ વર્ષોથી નિયમિતપણે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો રોજ સવારે યોગ કરે છે. અને ત્યારબાદ શિક્ષણ કાર્ય શરુ થાય છે. શિબિરના સમાપન પ્રસંગે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે સંસ્થા વતી આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટે મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ અને તેમની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. શિબિરના સફળ અને સુચારુ આયોજન માટે સમગ્ર પ્રાધ્યાપકગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.