Thursday, January 9, 2025
HomeGujaratમોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી ૨૦૨૩નું ભવ્ય આયોજન કરાયુ

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી ૨૦૨૩નું ભવ્ય આયોજન કરાયુ

માતા નવદુર્ગાના નોરતાને વધાવવા ,તેમનું વેલકમ કરવા માટે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા શ્રી જયરાજસિંહ જાડેજા દ્વારા સંચાલિત “મા”ગરબી મંડળ ના પટાંગણમાં વેલકમ નવરાત્રીનું આયોજન થયું.

- Advertisement -
- Advertisement -

જેમાં જુદી જુદી કેટેગરીમાં ૧૫૧ થી વધુ બાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.તમામ કેટેગરીમાં પ્રથમ આવનાર ખેલૈયાઓને કલર ટીવી – ગીરીશભાઈ સરવૈયા,શોભના ઝાલા તેમજ પ્રીતિબેન દેસાઈ તરફથી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી .દ્વિતીય ક્રમાંક લેનાર ખેલૈયાઓને હીનાબેન પંડ્યા ,કાજલબેન પટેલ તેમજ કિરણબેન તરફથી મિક્સર ગ્રાઈન્ડર ભેટમાં આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત ત્રીજા ક્રમાંક માં આવેલ ખેલૈયાઓને સિધ્ધરાજસિંહ ઝાલા શક્તિ મેડિકલ તેમજ મેઘરાજસિંહ ઝાલા અથેના હેર ક્લિનિક તરફથી ટ્રોલી બેગ ભેટમાં આપવામાં આવી હતી. આ ઉપરાંત ક્લબના પ્રેસિડેન્ટ તેમજ દરેક મેમ્બર્સ તરફથી ૫૦થી વધુ ગિફ્ટ સ્પોન્સર કરવામાં આવી હતી.સાથે ઉમાઝ બ્યુટી પાર્લર દ્વારા ત્રણ પાર્લરના ફૂલ કોર્સ ના ફ્રી વાઉચર અને ત્રણ મેકઅપ માટેના ફ્રી વાઉચર આપવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા ,નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભના બા ઝાલા પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રીતિબેન દેસાઈ ,નયનાબેન બારા , પુનમબેન હિરાણી , કામીનીસિંગ,હીનાબેન પરમાર , કવિતાબેન મોદાણી કાજલબેન પટેલ ,ભારતીબેન વરોતરીયા ,દયાબેન, કવિતાબેન ભાલારા પાયલબેન ,સુનિતાબેન ,કોમલ બેન આચાર્ય તેમજ અન્ય મેમ્બર્સોએ જહેમત ઉઠાવી હતી .કાર્યક્રમનું સફળ સંચાલન હેલિ કોટેચા તેમજ એન્જલ બા ઝાલા એ કર્યું હતું. આ તકે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમનું ક્લબ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું .સમગ્ર કાર્યને સફળ બનાવવામાં જેમનો સિંહ ફાળો રહ્યો હતો તેવા જયરાજસિંહ જી જાડેજાનુ ક્લબ દ્વારા પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!