મોરબી શહેરની ઉત્સવ પ્રિય જનતાને ઇન્ડિયન લાયોનેસ મોરબી દ્વારા યોજવામાં આવેલ વેલકમ નવરાત્રી મહોત્સવમાં સો થી વધુ ખેલૈયાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઉમંગભેર પોતાનું કૌવત્ પ્રદર્શિત કરવા માટે ખેલૈયાઓને મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. તમામ કેટેગરીમાં ૪૫ થી વધુ ઇનામ આપવામાં આવ્યા હતા.
આ પુરસ્કારો ક્લબના મેમ્બર ઇલા.માલાબેન કક્કડ, ઇલા.શોભના બા ઝાલા,ઇલા. મયુરીબેન કોટેચા,ઇલા. હીનાબેન પંડ્યા, ઇલા નયનાબેન બારા ,ઈલા પ્રીતિબેન દેસાઈ, ઇલા. કવિતાબેન મોદાણી ,ઇલા. રંજનાબેન શારદા, ઇલા. નિશીબેન બંસલ,ઇલા. બબીતાબેન સિંગ,ઇલા. ચેતના અગ્રવાલ, ઇલા. રેખા મોર, ઇલા. ઉમાબેન અગ્રવાલ, ઇલા. કિરણબેન મિશ્રા, ઇલા. સીખાબેન જૈન તરફથી આપવામાં આવ્યા હતા સમગ્ર નવરાત્રી ના કાર્યક્રમમાં એન્ટ્રી નું સુ- વ્યવસ્થિત આયોજન ઇલાા પાયલબેન, ઇલા. સુનીતાબેન તેમજ અવનીબેન ને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ શોભનાબા ઝાલા તેમજ મયુરીબેન કોટેચા તરફથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા .આ ઉપરાંત આપેલ તમામ ખેલૈયાઓને પ્રીતિબેન દેસાઈના પ્રયાસથી મીતભાઈ પટેલ તેમજ મુકેશભાઇ ગાંધી તરફથી સયોર ગિફ્ટ આપવામાં આવી હતી .ક્લબ માટે અનુદાન આપવા બદલ આ બંને દાતાઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત અતિથિ તરીકે ક્લબના જુના સિનિયર મેમ્બર પ્રફુલાબેન કોટેચા તેમજ ભારતીબેન પુજારા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે ઉમાબેન તેમજ આરતીબેને સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ એન્કરિંગ મયુરીબેન કોટેચા એ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સેક્રેટરી પૂનમબેન હીરાણી, ટ્રેઝરર પુનિતા બેન છૈયા, કામિનીબેન સિંગ, ચેતનાબેન, ઇલાબેન દોશી તેમજ સમગ્ર ટીમનો પ્રેસિડેન્ટ નયનાબેન બારા એ આભાર માન્યો હતો.