Friday, January 10, 2025
HomeGujaratઇન્ડીયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા વેલકમ નવરાત્રીનું કરાયુ આયોજન

ઇન્ડીયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા વેલકમ નવરાત્રીનું કરાયુ આયોજન

નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.ત્યારે અલગ અલગ જગ્યાએ નવરાત્રીને વધાવવા માટે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા ૧૪/૧૦/૨૦૨૩ ના રોજ સાઈ બાગ ઉમા ટાઉનશિપ મેઈન ગેટ સામે આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

ઇન્ડીયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા વેલકમ નવરાત્રી ૨૦૨૩ નું ફક્ત મહિલાઓ માટે આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ જયરાજસિંહ જાડેજા સંચાલિત માં ગરબી મંડળ ગ્રાઉન્ડમાં ઓપન મોરબી ફ્રી સ્ટાઇલ ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે એન્ટ્રી ફી માત્ર ૧૦૦ રૂપિયા રાખવામાં આવી છે. જેમાં મહિલાઓને ૧૧ થી ૨૫ વર્ષ, ૨૬ થી ૪૦ વર્ષ અને ૪૦ થી ઉપર વર્ષ એમ ત્રણ રાઉન્ડમાં ગરબા રમાડવામાં આવશે.જેમાં પ્રથમ નંબર ને કલર ટીવી,બીજા નંબર ને મિક્સર અને ત્રીજા ટ્રોલી બેગ સહિત અન્ય ૫૦ ઇનામો આપવામાં આવશે. જેના માટે મહિલાઓના નામ નોંધાવવા માટે શોભનાબેન ઝાલા 99793 29837, પ્રીતિબેન દેસાઈ 93289 70499, મયુરી બેન કોટેચા 92759 51954, રંજનાબેન સારડા 97265 99930, જ્યોતિબેન વિઠલપરા 96249 22933, પારૂલબેન દવે 98284 63798, ભારતીબેન વરોતરીયા 98242 06334 ના મોબાઇલ નંબર જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!