Wednesday, October 30, 2024
HomeGujaratશાબાશ શહેરીજનો, તંત્ર : મોરબી જિલ્લામાં એક જ દિવસમાં ૩૯૮૬૯ નાગરિકોને વેક્સીનેસન

શાબાશ શહેરીજનો, તંત્ર : મોરબી જિલ્લામાં એક જ દિવસમાં ૩૯૮૬૯ નાગરિકોને વેક્સીનેસન

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે મોરબી જિલ્લામાં મેગા વેક્સીનેશન ડ્રાઇવ અભિયાન હાથ ધરાયુ હતું જેને મોરબી જિલ્લાના ખૂણે ખૂણેથી પ્રતિસાદ મળ્યો છે. અને એક જ દિવસમાં ૩૯૮૬૯ નાગરિકોને વેક્સિન આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસે મહારસીકરણ અભિયાન અંતર્ગત લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ મહારસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લામાં ૩૦૧ વેક્સિનેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય વિભાગનાં કુલ ૩૯૬૮ કર્મચારીઓની ટીમ વેક્સિનેશનની કામગીરીમાં જોડાયા હતા.

મહારસીકરણ અભિયાનમાં વ્યાપક જનસહયોગ મળી રહે એ માટે કલેક્ટર જે.બી. પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ દ્વારા માઇક્રો પ્લાનીગ કરવામાં આવ્યું હતું. વહિવટી તંત્રના અધિકારીઓ, આરોગ્ય વિભાગ, આશાવર્કર-આંગણવાડી કાર્યકર્તાઓ, શિક્ષકો, ખેતીવાડી વિભાગ, આઇસીડીએસ વિભાગ, નગરસેવકો, સ્થાનિક આગેવાનોનો સહયોગ મેળવવામાં આવ્યો હતો.
આ મહારસીકરણ અભિયાનમાં મોરબીમાં ૧૭૩૦૧, વાકાંનેરમાં ૮૯૧૭, હળવદમાં ૫૯૨૯, માળીયામાં ૩૪૬૦, ટંકારામાં ૪૨૬૨ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. આમ કુલ ૩૯૮૬૯ લોકોને વેક્સીન આપવામાં આવી છે. જેમાં પ્રથમ ડોઝ ૨૨૨૪૬ તેમજ બીજો ડોઝ ૧૭૬૨૩ લોકોને આપવામાં આવ્યો હતો.
જે સ્થાનો પર સૌથી ઓછુ રસીકરણ થયું હતું તે સ્થાનો પર સ્થાનિક આગેવાનોને સાથે રાખીને રસીકરણ અભિયાનને તેજ કરવામાં આવ્યું હતું. જેના પરિણામે એક જ દિવસમાં અત્યાર સુધીનું રેકર્ડ બ્રેક રસીકરણની સફળતા મળી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!